Sunday, August 7, 2016

આનંદીબહેને આપેલા આંચકા પછી વિરૂ માટે કપરા ચઢાણ શરૂ થયા.....

આજે ગુજરાતને 16માં મુખ્યમંત્રી તરીકે ટીમ વિરૂએ ફાઇનલી ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શાનદાન સપથ ગ્રહણ સમારોહમાં આનંદીબહેનના ગતિશીલ ગુજરાતને ટોપ ગિયરમાં ચલાવવા માટેના સોંગધ લીધા. આનંદીબહેનના આધાતજનક નિર્ણય બાદ અમિતશાહથી માંડીને નરેન્દ્ર મોદી અને આરએસએસના લીડરો  પણ ડરી  ગયા હતા કે કપરા કાળે જ આનંદીબહેન આંચકો આપ્યો. જો કે મોદીના ચાણક્ય ગણાતા અમિત શાહે ફરીથી પુરવાર કરી દીધુ કે તેમના ચાણક્ય નીતી અને રાજકીય સુજબુજને પહોંચી વળે તેવો કોઇ સક્ષમ નેતા ગુજરાતમાં નથી અને આ કારણસર જ આ વખતે અમિત શાહે નક્કી કરી લીધુ હતુ કે આનંદીબહેનની પસંદગીમાં ભલે નરેન્દ્ર મોદી પાસે રીમોટ કંટ્રોલ હતુ પણ આ હવે તો રીમોટની સ્વીચ પોતાના આંગળીના ઇશારે જ દબાવશે અને એવુુ જ થયુ કે તેમણે વિજય રૂપાણી પર પંસદગીનો કળશ ઢોળ્યો સાથોસાથ 2017ની વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ટીમ વિરૂને પણ આખરી ઓપ આપી દીધો, જેમાં જ્ઞાતિ આધારિત મતોના સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું. જેથી 2017માં ઇલેક્શનમાં થતા નુકશાનને સરભર કરી શકાય. પણ, વિજય રૂપાણી માટે કપરા ચઢાણ છે કે જેમાં તેમાં હજુ પાટીદાર અનામત આંદોલનને સળગતા પ્રશ્નને ઠારવો પડશે નહીતર ભાજપ કંઇક અંશે દાઝી શકે અને ગુજરાતના એકચક્રી શાસનમાંથી પણ હાથ ધોવા પડે તેમ છે.  બીજી તરફ દલિતનો મુદો પણ રૂપાણીના માથાનો દુખાવો બનશે જ જેમાં કોઇ શંકાને સ્થાન નથી.  આમા પણ જો આનંદીબેનન જેવો આંચકો કોઇ બીજા નેતા આપશે તો ફરીથી જોવા જેવી થશે....

No comments:

Post a Comment